Join Whatsapp Group
Join Now
|
અમારા WhatsAPP ગ્રુપમા જોડાવા |
બેટરી પંપ સહાય યોજના 2023. દવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ પર સબસીડી
Pump Sahay Yojana 2023
|
યોજનાનું નામ |
દવા છાંટવાનો બેટરી
સંચાલિત પંપ સહાય યોજના |
|
લાભાર્થી |
ગુજરાતના તમામ ખેડૂતોના |
|
યોજનાનો ઉદ્દેશ |
ખેડૂતોને પાક
સંરક્ષણ માટે દવા છંટકાવનો પંપ સબસીડીના આધારે પૂરો પાડવો |
|
સત્તાવાર વેબસાઇટ |
ikhedut.gujarat.gov.in |
વિગતો:
યોજનાનો હેતુ :
પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ બાબતને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા આ યોજના અમલી બનાવેલ છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.
લાભ મેળવવા માટેની પાત્રતા :
- ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ :
- જમીનની નકલ 7-12
- અરજદારનું રેશનકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ કઢાવેલ હોય તો
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
કેવી રીતે અરજી કરવી ?
- સૌપ્રથમ ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ પાક સંરક્ષણ ના ઘટકો તેના પર ક્લિક કરો.
- જેમાં ક્રમ નંબર-1 પર “પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીતની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થી ખેડૂતેએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
મહત્વની
તારીખો :
અરજી કરવાની
તારીખ : 07/08/2023
અરજી છેલ્લી
તારીખ : 06/09/2023
Important Links :
|
સત્તાવાર વેબસાઇટ |
|
|
Home Page |
.jpg)